રોજગાર ભરતી મેળો અમદાવાદ ભરતી જાહેરાત
તારીખ 7-10-2022
વિવિધ કંપનીમાં 500 જગ્યા ભરવા માટે 7 મીએ જોબ ફેર બેક ઓફિસ , એચઆર , ટેલિ કોલર , ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી જગ્યાઓ માટે તક રોજગાર મેળામાં બેક ઓફિસ , ન્યૂઝ એચઆર મેનેજર , સ્ટોર એજન્ટ્સ ટેલિ કોલર , ડેટા એન્ટ્રી ઓપરેટર , સેલ્સ મેનેજર , એક્ઝિક્યુટિવ , ટેકનિશિયન , હેલ્પર , ડિલિવરી બોય , એન્જિનિયર વગેરેની 500 થી વધુ પોસ્ટ માટે નોકરી ઓફર થશે . વાર્ષિક એક લાખથી પાંચ લાખ સુધીનાં વાર્ષિક પેકેજવાળી જોબ ઓફર થશે . અમદાવાદ મદદનીશ નિયામક રોજગાર કચેરી , અમદાવાદ ખાતે 7 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે રોજગાર ભરતી મેળો યોજાશે , જેમાં વિવિધ કંપનીઓની 500 થી વધુ જગ્યા માટે ધોરણ 8 પાસથી 12 પાસ , ગ્રેજ્યુએટ , પોસ્ટ ગ્રેજ્યુએટ , બીએસસી , ડિપ્લોમા , બીઈ , મિકેનિકલ સહિત શૈક્ષણિક લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને અમદાવાદ જિલ્લાની 10 થી વધારે કંપનીઓ જોબ ઓફર કરવા માટે ઉપસ્થિત રહેશે .
રોજગાર મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ આ બાયોડેટા સાથે રોજગાર કચેરી ખાતે સવારે 10 કલાકે ઉપસ્થિતિ થવાનું રહેશે . ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે