કરાર આધારિત જ્ઞાનસહાયકોને જાહેર રજાઓનો પણ પગાર મળશે
પ્રવાસી શિક્ષકોને તાસ દીઠ પગાર
જ્ઞાન સહાયકને માસ દીઠ ચુકવાયો
જ્ઞાનસહાયકોનો પગાર સીધો તેમના બેંક ખાતામાં ચૂકવાયો
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષક યોજના રદ કરી કરાર આધારીત જ્ઞાન સહાયક યોજના દાખલ કરવામાં આવી છે. જ્ઞાન સહાયકોને બે મહિનાથી પગાર થયો ન હોવાની ફરિયાદો ઉઠી હતી, જેથી શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીની સુચનાથી સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા પગાર ચુકવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, પ્રવાસી શિક્ષકોને તાસદીઠ પગાર ચુકવાતો હતો. જ્ઞાનસહાયકોને માસદીઠ પગાર ચુકવવામાં આવ્યો છે. એટલે કે, રવિવાર તેમજ જાહેર રજાના દિવસનો પણ પગાર કાપવામાં આવ્યો નથી. આ સિવાય પ્રવાસી શિક્ષકોના પગારમાં સંચાલકો ગેરરીતિ કરતાં હોવાની ફરિયાદો ઉઠતી હતી, જેથી જ્ઞાનસહાયકોનો પગાર સીધો તેમના બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવ્યો છે.
રાજ્યની શાળાઓમાં ખુટતા વિષયમાં જ્યાં સુધી કાયમી શિક્ષકની ભરતી ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહી એ હેતુથી કરાર આધારિત પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવી હતી. પ્રવાસી શિક્ષકની યોજનામાં મહિનાના અંતે તેમના પગારના ચુકવણામાં તેમણે કેટલા તાસ ભર્યા છે એ આધારે પગાર મળતો હતો. એટલું જ નહીં, રવિવાર તેમજ જાહેર રજાના દિવસોનો પગાર પણ કાપી લેવામાં આવતો હતો. એ સિવાય પ્રવાસી શિક્ષકોનો પગાર બે-ત્રણ મહિના સુધી થતો નહી. કારણ કે, પ્રવાસીની ગ્રાન્ટ ડીઈઓ કચેરીમાં આવે અને ત્યાંથી સંચાલકોને અપાતી, એ પછી સંચાલકો ચુકવણું કરતાં હતા. જ્ઞાનસહાયક યોજના પણ કરાર આધારીત જ છે, પરંતુ એમા ઉમેદવારને નક્કી થયેલ પગાર પૂરતો મળે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
આજે લેવાયેલ સી.આર.સી.પરીક્ષા નું પેપર
તારીખ 7/1/2024