શ્રીમદ્દ ભગવદગીતા નવું પાઠ્યપુસ્તક : સર્વાંગી શિક્ષણ : શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો

 શ્રીમદ્દ ભગવદગીતા નવું પાઠ્યપુસ્તક : સર્વાંગી શિક્ષણ : શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો 

ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ભણાવાશે ભગવદ્ ગીતાના પાઠ 



શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કરી જાહેરાત

વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ

ગીતા જયંતી નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું કર્યું વિમોચન

ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર કરાયું 

ગુજરાતમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવાશે 

વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. ગીતા જયંતી નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું વિમોચન કર્યુ. આ સાથે ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે. મહત્વનું છે કે, 2024ના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠ સમાવાશે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાંં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. હિંદુ ધર્મનાં ઘણા ધર્મગ્રંથો છે, પરંતુ ગીતાનું મહત્ત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે.


મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે, જેમાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકો છે. પૂરી ગીતા, થોડા શ્લોકોના અપવાદ સિવાય, અનુષ્ટુપ છંદમાં છે. ગીતાનો સમયકાળ આશરે ઇ.સ. પૂર્વે ૩૦૬૬નો માનવામાં આવે છે.

ભારતના બે આદિગ્રંથો પૈકીનું મહાભારત મહર્ષિ વેદવ્યાસે રચેલું છે. મહાભારત પાંડવો અને કૌરવો વચ્ચેના રાજકીય કાવાદાવા, સ્પર્ધા, અને અંતે યુદ્ધની કથા છે. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક, અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બન્ને સેના વચ્ચે લેવાનું કહે છે. બન્ને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો. યુદ્ધના પરિણામોથી તે ભયભીત થઈ, યુદ્ધ ન કરવાના વિચારો કરવા લાગ્યો. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે અને કોઈ માર્ગ ન સૂઝતાં કૃષ્ણને માર્ગદર્શન માટે પૂછે છે. અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે. તે અઢાર અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત છે.


ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. ગીતા મુજબ માનવ-જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે. યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે.


ગીતા કોઈ સામાન્ય ધર્મગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા છે, દિવ્ય ચિંતનનો સ્ત્રોત્ર તો ગીતા જીવન દેવાનું. સંજીવની દેવાનું કાર્ય પણ કરે છે. મંગલકારી ગીતા અમૃત સમાન છે, જીવનનો બધો સાર સમાયેલો છે. બધા પ્રકારની પીડામાં થી છૂટવા અને પુણ્યની પ્રાપ્તિ કરવા ગીતાના પાઠોનું મહત્વ અનેરૂ છે

જે વ્યક્તિ શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરે છે અને તેમાં જણાવેલી બાબતોનું પાલન કરે છે તે જીવનભર દુ:ખ અને ચિંતાઓથી મુક્ત રહે છે. મહાભારતના યુદ્ધમાં જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અર્જુનનું મન વિચલિત થઈ ગયું. તેણે વિચાર્યું કે પોતાના લોકો સાથે કેવું યુદ્ધ? પછી અર્જુનને વિચલિત જોઈને શ્રી કૃષ્ણે તેને પરમ જ્ઞાન આપ્યું, જેને ગીતા કહે છે.

શ્રીમદ્દ ભગવદગીતા નવું પાઠ્યપુસ્તક : સર્વાંગી શિક્ષણ : શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો 

શ્રીમદ્દ ભગવદગીતા નવું પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

જ્ઞાન સહાયક (પ્રાથમિક) બીજો તબકકો જાહેર 

જ્ઞાન સહાયક (પ્રાથમિક) બીજો તબકકો પ્રોવિઝનલ મેરીટ યાદી 

જ્ઞાન સહાયક (પ્રાથમિક) બીજો તબક્કો પ્રોવિઝનલ મેરીટ યાદી 

ઓફિશિયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરો 

વિદ્યાસહાયક અને કેળવણી નિરીક્ષક ભરતી માટે રોસ્ટર પ્રક્રિયા પૂર્ણ થવા માં….. ટૂંક સમયમાં ભરતી જાહેર થશે..

Leave a Comment