LRD ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર, હવેથી શારીરિક કસોટીના માર્કસ નહીં ગણાય, લેવાશે 200 ગુણનું પેપર

  • લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર
  • શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે
  • શારીરિક કસોટીના કોઈ ગુણ આપવાના રહેશે નહિ

સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે 

જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહિ.

પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ્ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.

અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને ૧૦૦ ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. તેના બદલે હવે ૨૦૦ ગુણનું ૩ કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપરલેવામાં આવશે. આ પેપર ભાગ-Aઅનેભાગ-Bએમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે.

જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ જેવા વિષયો રદ્ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.

પહેલા લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહિ પરંતુ કોર્ષના સમયગાળા(Duration)ના આધારે નીચે મુજબ આપવામાં આવશે.

NFSU અથવા RRUમાં કરેલ કોર્ષનો સમયગાળો આપવાના થતા વધારાના ગુણ
૦૧ વર્ષ ૦૩
૦૨ વર્ષ ૦૫
૦૩ વર્ષ ૦૮
૦૪ વર્ષ કે તેથી વધુ ૧૦

આખરી પસંદગી યાદી OBJECTIVE MCQ TESTઅને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

Leave a Comment