Relaxation of one year in the maximum age limit of government recruitment examination

Relaxation of one year in the maximum age limit of government recruitment examination 

સરકારી ભરતી પરીક્ષાની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષની છૂટછાટ અપાઈ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો માટે રાહતના સમાચાર
1 સપ્ટે. 2022થી 31 ઓગસ્ટ 2023 સુધીની ભરતી પરીક્ષાઓ માટે નિર્ણય
સામાન્ય વહીવટ વિભાગે કોરોનાને કારણે અટકેલી પરીક્ષાઓ માટે કર્યો ઠરાવ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે ભરતી પ્રક્રિયાની ઉપલી વય મર્યાદામાં ફરી એક વખત એક વર્ષનો વધારો કર્યો છે. રાજ્ય સરકારે અગાઉ પણ એક વખત મહત્તમ વય મર્યાદા એક વર્ષ વધારવાનો નિર્ણય લીધો હતો.
કોરોનાના કારણે અટકેલ ભરતી અને ભરતી ન થવાની સ્થિતિને ધ્યાને લઈને સામાન્ય વહીવટી વિભાગે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનું નક્કી કર્યું છે. જેને લીધે ભરતી પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોની મહતમ વય મર્યાદા 35 વર્ષથી વધીને 36 વર્ષ થઇ છે. આ ઠરાવ અને વય મર્યાદામાં છૂટછાટ 01-09-2022 થી 31-08-2022 સમય દરમીયાન પ્રસિદ્ધ થનાર ભરતી માટે જ લાગુ પડશે.
આ ઠરાવ બાદ નિયત તારીખ અને સમય મર્યાદામાં યોજાનાર પરીક્ષાઓમાં 35 વર્ષની મહત્તમ મર્યાદા છે તેવી જગ્યા પર 36 વર્ષ અને અને જ્યાં 33 વર્ષની વય મર્યાદા નિયત છે ત્યાં 34 વર્ષ ગણવાની રહેશે.આમ રાજ્ય સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરનારા ઉમેદવારોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે.
Relaxation of one year in the maximum age limit of government recruitment examination 

સરકારી ભરતી પરીક્ષાની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષની છૂટછાટ અપાઈ

રોજગાર ભરતી મેળો અમદાવાદ 

તારીખ 7/10/2022
સાતમા કેન્દ્રીય પગારપંચની ભલામણોના આધારે બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના પગાર ધોરણની સુધારણા બાબત..

Leave a Comment